રાજ્યના DGP વિકાસ સહાય વડોદરાની મુલાકાતે
આ તો તાનાશાહી છે':બદલો લઈ રહ્યા છે ચંદ્રાબાબુ, આંધ્રમાં પાર્ટી ઓફિસ પર બુલડોઝર ફરી વળતા પૂર્વ CM જગનમોહને આરોપ લગાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના અપુલિયામાં G-7 સમિટના અવસર પર જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવવા બદલ વડાપ્રધાન કિશિદાનો આભાર માન્યો હતો. તેમણે એ વાતની પુષ્ટિ કરી કે, તેમના ત્રીજા કાર્યકાળમાં પણ જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા મળતી રહેશે. બંને નેતાઓએ કહ્યું કે ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પોતાના 10મા વર્ષમાં છે અને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને નેતાઓએ પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા, નવા અને ઉભરતા ક્ષેત્રોને જોડવા અને B2B અને P2P સહયોગને મજબૂત કરવાના માર્ગ પર ચર્ચા કરી.